યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૨)

Ancient Capitals of Gujarat - TIME LINE
Ancient Capitals of Gujarat - TIME LINE

 

ગુજરાતનાં પ્રાચીન પાટનગરોની લેખન માળાનાં ભાગ-૧ (યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)) માં આપણે મૌર્યકાલીન / ગુપ્તકાલીન પાટનગર ગિરિનગર કે જુનાગઢ ના પ્રભુત્વ વિષે જાણ્યું. જ્યારે જુનાગઢ ગુજરાતી રાજકીય અસ્મિતાનું કેન્દ્ર હતું એજ સમયમાં જુનાગઢ થી થોડે દુર પૂર્વ સૌરાષ્ટ્રમાં એક બીજું શહેર વિકાસ પામી રહ્યું હતું. પ્રાચીન સમય નું ‘વલહી’, ‘વલઈ’ કે વલભી નામે પ્રસિદ્ધ થએલું આ શહેર ગુપ્ત અને મૌર્ય સાશન કાલ દરમ્યાન વિદ્યા પ્રસાર અને ધર્મ પ્રસાર નું કેન્દ્ર હતું. વલભી નાં પ્રભુત્વ નાં ઉલ્લેખો વિવિધ ગ્રંથો માંથી ઈ.સ. ૧૦૦ ની આસપાસ થી મળે છે.

સૌ પ્રથમ તો વલભી નામ શું કામ પડ્યું હશે? વલભી નામ નું સંસ્કૃત અર્થઘટન શોધવા જઈએ તો સમજાય કે વલભી નામ નો અર્થ મકાન ની છત કે છાપરું જેવો થાય છે. વલભી શહેરના પ્રાચીન ગ્રંથો માં ઘણા વર્ણનો મળે  છે, જેમાં વલભી ને ઊંચા મકાનોનું શહેર ગણાવ્યું  છે. કદાચ ‘વલભી’ નામનો અર્થ ઊંચા મકાન ની છત સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વલહી / વલઈ નો અર્થ સમુદ્ર કિનારે વસેલા શહેર જેવો થાય છે. વલભી ની પ્રાચીનતાનો પરિચય સ્કંધપુરાણ, જૈન ગ્રંથો (વિષેશાવશ્યક  ભાષ્ય), બૌધ ગ્રંથો માંથી જોવા મળે છે.

ચીની પ્રવાસી યુએન શ્વાંગ  વલભીનું , વલભીમાં આવેલા બૌધ વિહારનું વિસ્તૃત વર્ણન કરે છે. આ સાથે જ વલભીમાં પ્રાપ્ત થયેલા  અવશેષોમાં અતિવિશાળ શિવલિંગ(૨.૬ મી. perimeter ) , શ્રી કૃષ્ણ પ્રતિમાઓ સૂચવે છે કે વલભી માં શૈવ, વૈષ્ણવ પંથી હિંદુ ધર્મનું પણ ઘણું પ્રભુત્વ હતું. વલભીના અસ્તિત્વ નો ઈતિહાસ ઈ.સ. પૂર્વનાં શતક સુધીનો ચોક્કસ લઇ જાય છે.

વલભી લગભગ ઈ.સ. ૪૭૦ માં  મૈત્રક શાસન  ની રાજધાની બન્યું. ગુપ્તવંશ નું શાસન નબળું પડતાં મૈત્રક કુળના સેનાપતિ ભટાર્કે ગુપ્ત કાલીન ગુજરાત ઉપર આધિપત્ય મેળવી (ઈ.સ. ૪૬૮) વલભી ને પોતાની રાજધાની બનાવ્યું. મૈત્રક રાજ્ય ના સ્થાપક  ભટાર્ક ની રાજધાની ગિરિનગર (જુનાગઢ) થી વલભી લઇ જવાના ઘણા કારણો હોઈ  શકે. જુનાગઢમાં વારંવાર સુદર્શન તળાવનો બંધ તૂટવાથી થતી જાનહાની, વલભીની સમુદ્ર્માર્ગોથી નિકટતા, વલભીની દક્ષીણ ગુજરાત સાથે સામુદ્રમાર્ગે નિકટતા, વલભીમાં વ્યાપાર-વિકાસની વધતી તકો જેવા પરિબળો કારણભૂત હોઈ શકે. મૈત્રકોની સત્તા મજબુત થતાં, તેમના સબળ આધિપત્ય નીચે વલભી નો  સર્વગામિ વિકાસ થયો. આ સમય દરમ્યાન મૈત્રકોનું શાસન સૌરાષ્ટ્ર, આનર્ત, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત, માળવા, કચ્છ સુધી પ્રસરેલું  જોવા મળે છે.

મૈત્રક કુળના ઉદભવ અને મૂળ વિષે ઈતિહાસકારો વિભિન્ન મતો ધરાવે છે. કેટલાક ઈતિહાસકારો મૈત્રકોને હિમાલયના હાટક પ્રદેશમાંથી આવેલા “નાગર”   જણાવે છે.  એક અન્ય માન્યતા પ્રમાણે મૈત્રકો  પાશુપત  સંપ્રદાય ના “મૈત્ર”  ગુરુ ના વંશજ હતા, જે યુદ્ધ કળા માં નિપુણ હોવાનું જાણવા મળે છે.

વિદ્યાધામ વલભી:
પ્રાચીન ગ્રંથો, કાવ્યોમાં મળેલા વલભી નાં વર્ણન ને આધારે કહી શકાય કે વલભી વિધ્યાપ્રદાન (યુનીવર્સીટી) નું કેન્દ્ર હતું. ભારતના વિવિધ ભાગો માંથી યુવાનો નાલંદા, તક્ષશિલા, વલભી માં વિદ્યાભ્યાસ કરવા જતા. ગુપ્ત / મૌર્ય વંશ નાં રાજાઓ નાં ધર્માધ્યાકશો વલભીમાં વિદ્યાદાન પામ્યા હોવાનું જાણવા મળે છે. જે વલભીમાં વેદ-વેદાંતના શિક્ષણની સંભાવના સૂચવે છે. મૈત્રક કાલ દરમ્યાન વલભીમાં બૌદ્ધ ન્યાય અને દર્શન નું શિક્ષણ આપતી વિદ્યાપીઠો હતી. વલભીમાં મૈત્રક શાસન કાળ દરમ્યાન ઉત્તમ સાહિત્ય જેવું કે  ભટ્ટી કવિ નું “રાવણવધ”, “કથાસરીતસાગર”, કવિ માઘ નું “શિશુપાલ  વધ” જીનભદ્રગણી  ક્ષમા-શ્રમણ નું વિષેશાવશ્યક  ભાષ્ય આ બધી એ સમય ની પ્રચલિત કૃતિઓ છે.

ધર્મ ધામ વલ્લભી:

વલભી પ્રાગ-મૈત્રક કાળથી એટલેકે ઈ.સ. ૪૦૦ પહેલાથી જૈન સંપ્રદાયનું અતિ મહત્વનું કેન્દ્ર હતું. જૈન સંપ્રદાયના શ્વેતાંબર પંથનો પ્રસાર વલભીમાં થયું હોવાનું પ્રચલિત છે. ઈ.સ. ૪૦૦ પછી વલભી માં ઘણા મહત્વના જૈન દેરાસરો બંધાયા હોવાનું જાણવા મળે છે. જૈન પ્રબંધો અનુસાર વલભી ભંગ કે વલભી નાશ ની સંભાવના ની આગાહી થતાં ચંદ્રપ્રભ સ્વામી, મહવીર સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ ભગવાનની ઘણી જૈન પ્રતિમાઓનું વલભીમાં થી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સ્થળાંતર એ સમય નાં જૈન સંઘના ચીન્તાયક શ્રી વર્ધામાન્સુરી ની પ્રેરણા થી થયાનું જણાય છે.  એક માન્યતા પ્રમાણે ચંદ્રપ્રભ સ્વામી, અંબા અને ક્ષેત્રપાળ ની પ્રતિમાઓ પ્રભાસ પાટણ ખસેડવા આવી જયારે વર્ધમાન સ્વામી ની પ્રતિમા  શ્રીમાલપુર લઇ જવામાં આવી હોવાની માન્યતા છે. આ ઉપરાંત અન્ય જૈન પ્રતિમાઓ અને જૈન ધર્મ નાં અનુયાયી નું મોટા પ્રમાણમાં મોઢેરા, હારીજ, શ્રીમાલપુર સ્થળાંતર થયું હોવાનું મનાય છે.

વલભી બૌદ્ધ ધર્મનું પણ મોટું કેન્દ્ર હતું. વલભી માં લગભગ ૧૨ બૌદ્ધ વિહારો હતા. વિશ્વભરના બૌદ્ધ ભક્તો માટે વલભી આકર્ષણ નું કેન્દ્ર હતું. ચીની પ્રવાસી યુએન  શ્વાંગ નાં વલભી આગમન નું કદાચ આ મોટું કારણ હશે. વલભીમાં અનેક શિવાલયો, વિષ્ણુ મંદિરો અને સૂર્ય મંદિરો હતા. વલભીના ઉત્ખનન દરમ્યાન ઘણા વિશાળ શિવલીંગો, મહિષાસુર મર્દિનીની અતિ વિશાળ પ્રતિમા, કૃષ્ણ મંદિરો, સૂર્ય મંદિરો પ્રાપ્ત થયા છે, જે હિંદુ ધર્મ નાં પ્રસારની સાક્ષી પૂરે છે. મૈત્રક  શાસન કાલ દરમ્યાન ઈ.સ ૭૬૦ માં ગુજરાત માં મસ્જીદ બંધાયા ના પણ ઉલ્લેખ મળે છે.

અન્ય  સિદ્ધિઓ અને વલભી ભંગ :

વલભી એ વ્યાપારના મથક તરીકે વિશ્વભરમાં પ્રસીધ્દ્ધ હતું.  મૈત્રક શાસન કાલ દરમ્યાન વલભી ના બ્રામણ ને આનંદપુર(વડનગર) ના રાજા તરફ થી વડ્પદ્રક (આજનું વડોદદ્ર) નું સહુ પ્રથમ ભૂમિ દાન મળ્યા નો ઉલ્લેખ જોવા મળે છે. વલભીમાં દુર દુર થી વ્યાપાર અર્થે લોકો આવીને વસ્યા હતા. વલભીના વ્યાપાર, વિદ્યા પ્રસાર, અને ધાર્મિક પ્રવૃત્તિના મહાત્મ્ય ને લીધે પાટલી પુત્ર, ચીન, સિંધ, વડનગર, મારવાડ થી લોકો આવીને વસ્યા હતા. ચીની પ્રવાસી યુ.એન.ચાંગ નાં શબ્દોમાં “વલભી માં વસ્તી ઘણી ગીચ છે. રહેઠાણો સમૃદ્ધ છે. કરોડપતિ નાં સૌ એક ઘર છે. દુરનાં દેશોમાં થતી વિરલ અને કિમતી ચીજો અહીં વિપુલ પ્રમાણમાં મળે છે.”

એક દંત કથા પ્રમાણે વલભીના કરોડપતિ વ્યાપારી રંકકાકુની દીકરી પાસે થી રાજાની કુંવરીએ રત્ન જડિત કાંસકી છીનવી લેતા, રંકકાકુએ રાજા શિલાદિત્ય (સાતમો) નો નાશ કરવામાં આરબોને મદદ કરી. ઈ.સ. ૭૮૮ (October/November) નું વર્ષ વલભી માટે ઘાતક પુરવાર થયું. વલભી અનેક વાર આરબ  હુમલાઓ નો ભોગ બન્યું હતું. પરંતુ ઈ.સ. 788 માં થયેલા  હુમલાએ વલભી નો સંપૂર્ણ નાશ કર્યો. વલભી નો રાજ વંશ નિર્મૂળ થઇ ગયો. વલભીના મકાનો, રસ્તાઓ, મંદિરો, વિહારો, વ્યાપાર બધું જ નષ્ટ થઇ ગયું.  We have experienced the destruction of New York twin-towers and we still feel the impact. Gujarat’s world renowned center of trade, advanced learning, literature, religious importance of that millenium was completely destroyed and the impact must have been felt for centuries.

ભગ્ન વલભી ફરી ક્યારેય એની ગરિમા મેળવી ના શક્યું . આચાર્ય હેમચંદ્ર સૂરી અને  કુમારપાળે સોલંકી યુગ માં વલભી ની મુલાકાત લઇ અને વલભી માં જૈન મંદિરો બંધાવ્યા નું કહેવાય છે. પ્રાચીન વલભીના અવશેષો, છુટા છવાયા મળી આવે છે. વલભી સમય જતા વળાં અને પછી વલભીપુર તરીકે ઓળખાય છે.

<< Read Part 1 of this article series

 

Similar Posts