તમારા સમ… Contemporary Gujarati music genre! [PLAY AUDIO]

Happy વાશી Snow Storm Day! રણ મેદાનેથી પાછા ફરેલા જુવાનો ની માફક જેઓ snow ના ઢગલે ઢગલા ખેડી ને થાક્યા હોય તેઓ માટે ખાસ (જોકે, જેઓએ snow સાફ ન કર્યો હોય તેઓ ને પણ મજા આવે તેવું !), આ એક સરસ મજાનું Stress Relieving ગીત પોસ્ટ કરીએ છીએ ! Contemporary Feel અને તોય રાગ મલહાર ની ગાયકી, કવ્વાલી ના ઢોલક ઠેકા થી ભરપુર લયકારીવાળું આ ગુજરાતી ફ્યુઝન ગીત, આધુનિક જગતમાં પણ ગુજરાતી સંગીત નું આ નવું contemporary music genre ક્યાંયથી પાછું પડે એવું નથી એનું અને મેહુલ સુરતી જેવા creative સંગીતકારો ની મૌલિકતા નું ચિન્હ છે. એ. આર. રેહમાન ની આધુનિક કવ્વાલી સાથે કદમ મિલાવી ને ચાલી શકે તેવી આ રચના છે ! શ્રી મુકુલ ચોકસીએ લખેલું અને શ્રી મેહુલ સુરતી એ સંગીતબદ્ધ કરેલું અને ગયેલું આ ગીત સાંભળી … Enjoy !

તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

Similar Posts