“ગુજરાતી સાહિત્ય” જ્યારે આ શબ્દો સાંભળીયે ત્યારે ભારે-ભરખમ લાગે છે. કદાચ આપણી ABCD generation ને આમાં interest પણ નહીં હોય. પણ આપણે Non-ABCD કેટલું જાણીએ છીએ આપણી ભાષા અને આપણી ભાષાનાં ઈતિહાસ વિષે? નરસિંહ મહેતાને આપણે આદી-કવિ કહીએ છીએ. તો શું કદાચ નરસિંહ મહેતાએ પહેલી વાર ગુજરાતી કક્કો લખ્યો હશે? ના, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલા રાજકીય કારણો સાથે વિઘટિત થઇ
શૈલભદ્રનું “ભારતેશ્વર બાહુબલી રસ”
ગુન્વાંતનું “વસંત-વિલાસ”
માણીક્ય સુંદરનું “પૃથ્વીચંદ્ર ચરિત”
આ બધું સાહિત્ય ઈ.સ ૧૪૦૦ પહેલા લખાયું હતું.
સોલંકી કાળ પછીનાં સમયમાં ભાલણ, નરસિંહ મહેતા, અખો, દયારામ, પ્રેમાનંદ ભટ્ટ, વલ્લભ હરિદાસ જેવા કવિઓ થઇ ગયા. આ સમકાલીન કવિઓએ રામાયણ, ભાગવત ગીતા, પંચતંત્ર જેવા સંસ્કૃત ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું અને સાથે ભક્તિરસ સભર સાહિત્ય પણ રચાયું. પરંતુ Modern Gujarati ની શરૂઆત ૧૮૫૦ ની આસપાસ, westernization સાથે થઇ. Modern Gujarati નો પ્રણેતા બન્યો નર્મદાશંકર અથવા તો “કવિ નર્મદ”. નર્મદ અને દલપતરામે ગુજરાતી ભાષામાં વિવિધતા ના પ્રાણ ફૂંક્યા. કવિ નર્મદ ગુજરાતી ભાષાની first dictionary અને first autobiography આપી ગયા. કવિ દલપતરામ witty અને humourous કવિતાઓ લઇ આવી ગુજરાતી ભાષામાં એક તદ્દન નવું chapter ખોલ્યું. નર્મદ, દલપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, મોહનદાસ ગાંધી, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, આ બધા કવિઓ અને લેખકો ઘણાજ turbulent સમયમાં થઇ ગયા.
૧૮૫૦ થી ૧૯૫૦ નો સમય ગુજરાતમાં અને ભારતમાં સામાજિક અને રાષ્ટ્રીય બદલાવનો હતો. એ સમયના સાહિત્યમાં આ બદલતા સમયની હવા પાને-પાને ફૂંકાઈ છે. બાળ-વિવાહ, વિધવા-વિવાહ, Civil Rights Violation સામે મોરચો માંડનાર આ કવિઓ અને લેખકો ગુજરાતી ભાષાને પોતાના લખાણો દ્વારા અમર બનાવી ગયા. મોહનદાસ ગાંધી, ઝવેરચંદ મેઘાણી જેવા કવિ / લેખકોએ ગુજરાત ની ધરતી ના ખૂણે-ખૂણે ભમી સાહિત્ય ને સબળ બનાવ્યું. ઝવેરચંદ મેઘાણીએ અને દુલાભાઈ કાગે લોક સાહિત્ય ને ગૌરવશાળી બનાવ્યું.
ભાષાના વિકાસની દ્રષ્ટિ જોઈએ તો નરસિંહ મહેતાના પદોની ભાષા સમજવી અઘરી નથી. એ ભાષા આજ સુધી બહુ બદલાઈ નથી. ભાષાનું સ્વરૂપ સાહિત્યના વિકાસ અને modernization સાથે જળવાઈ રહ્યું છે. પણ સાચી મૂંઝવણ હવે એ છે કે આપણે ફરીથી એક વાર બદલાવ ના માર્ગે ઊભા છીએ !! ગુજરાતી ભાષા ઉપર હિન્દી, English ની અસર દેખાઈ રહી છે. સાથેજ ગુજરાતી ભાષા નું ચલણ પણ ઘટવા લાગ્યું છે. સવાલ એ છે કે, શું ૧૧૦૦ વર્ષ પહેલા રચાયેલો ઈતિહાસ પલટો ખાઈ રહ્યો છે? શું ગુજરાતી ભાષા વિલીનીકરણ તરફ આગળ વધી રહી છે? એવું સંભળાય છે કે ભારત માં ઘણી સ્થાનીય ભાષા માં આવા પ્રશ્નો ઊભા થયા છે. શું સ્થાનીય ભાષા ના વિભાગો અદ્રશ્ય થયી ફરી એકવાર કોઈ એક રાષ્ટ્રીય ભાષા નું નિર્માણ થશે? કે આપણે ગુજરાતી ભાષાની મશાલ પ્રજ્વલિત રાખી શકીશું?
~ વૈશાલી અને કુલદીપ ભટ્ટ