
[Click To Download 2010 Thanks-Giving Deals]
…બાકી આ ટરકી-ફરકી બધું ભુરીયાઓ ને સોંપ્યું ! આપણા ગુજરાતીઓ માટે તો આ Thanks Giving નું તુત એટલે જલસા કરવાનું બીજું એક બહાનું અને નવરા-વેડા જ ને ?! ઘણા લોકો છાપા ની જાહેર ખબરો જોઈ ખુશ થઇ પાછા પોત-પોતાને કામે વળગી જાય. ઘણા વળી નવા-નવા America આવેલા હરખપદુડા થઇ Best-Buy ની લાઈનોમાં ૩-૪ વાગે $189.99 નું LAPTOP લેવા ગોઠવાઈ જાય. કોક કોક ગુજરાતીઓ માં તો ખરે ખર serious shoppers પણ જોવા માળે. ઘણા એક-બીજા ને ફોનો કરતા દ્રષ્ટિગોચર થાય … “કોન્તી ભઈ, આ તો મેં $17 નો કેમેરો જોયો ને … એટલે થયું લાવ ફોન કરું !“. ઘણાના મિસિસ પોતાના મિસ્ટર ને એકાદો ઠપકો આપતા દેખાય … “કહું છું આજે દોસ્તો ના કોઈ ફોન ન ઉપાડશો ભૈશાબ,… કહી-દીધું-હા !“.
અને ઘણા chill થઇ ને મિત્રો ને ઘરે family સાથે જઈ Dinner Invitation માણે … “Hey, Good to see you man … કેવા ચાલે છે Job-પાણી ?” .. “બસ જોને યાર, ચાલ્યા કરે છે … તું કહે, uncle પહોંચી ગયા પાછા અમદાવાદ?!“. Thanks-Giving હોય કે વગર-Thanks-Giving ! …એક નહિ તો બીજી રીતે પણ આપણે ગુજરાતીઓ તો હરી-ફરી ને જલસો કરી જ લેતા હોઈએ છીએ. 2010 Thanks-Giving DEALS માં રસ હોય તો …