Press Release: Gujarati Hindus of Pakistan

Press Release: જુલાઈ 27, 2013

20130730-083114.jpg

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” આ ઉક્તિ ને પાકિસ્તાનના 300,000 ગુજરાતી હિંદુઓ આજે પણ સાર્થક કરી રહ્યા છે. 1947 પૂર્વે પાકિસ્તાનનું સિંઘ રાજ્ય પણ બૃહદ મુંબઈ રાજ્ય નો એક ભાગ હતો. જેટલા ગુજરાતીઓ મુંબઈ માં રહેતા, તેટલા ગુજરાતીઓ, કરાંચી શહેરમાં રહેતા. કરાંચી પરતો સંપૂર્ણ કબજો ગુજરાતીઓનો. મુંબઈ ની જેમ ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ પણ કરાંચી, હૈદરાબાદ, અને બીજા શહેરોમાં થયેલો. વળી પાકિસ્તાનનો એક માત્ર હિંદુ બહુમતિ વાળો થરપારકાર નામનો જીલ્લો તો ગુજરાતી હોવાનો બોલતો પુરાવો છે. આ ઉપરાંત કરાંચી નું સ્વામીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ,વરુણ દેવ, ઘણીબધી ગૌશાળાઓ, વીરબાઇજી સોપારીવાલા માધ્યમિક શાળા, નારાયણ જગ્ગનાથ માધ્યમિક શાળા, વગેરે ગુજરાતી હિંદુઓ કરાંચી ના વિકાસમાં યોગદાન ના પુરાવા છે.

પાકિસ્તાન આઝાદ થતાની સાથેજ હજારો ગુજરાતી પરિવારો ગુજરાત ભણી સ્થળાંતર કરી ની ગુજરાતમાં આવીને વસ્યા. ઘણાખરા સૌરાષ્ટ્રના કોળી અને કારડીયા રાજપૂત, ઝાલાવાડ ના દેવીપૂજકો, સુરતી અને ચરોતરી પટેલો, પાલનપુરના વણિકો ભાઈઓ ધંધા અર્થે પાકિસ્તાનમાં જ રોકી ગયા. આજે પણ વારે તહેવારે પાકિસ્તાનના શહેરોની ગલીઓ ઝળહળી ઉઠે છે નવરાત્રી માં સનેડોતો એક સામાન્ય બાબત છે. આઝાદી પછી ગુજરાતી ભાષાની વ્યાપાર ધંધામાં જરૂરિયાત ના રહેતા, ગુજરાતી ભાષા મરણ પથારીએ પડી છે.સ્કૂલ અને કોલેજોમાં ગુજરાતી ભણાવવાનું બંધ થઈ ગયું છે.તદુપરાંત, ભારત અંને પાકિસ્તાન વચ્ચે ના તંગ સંબંધો ને લઈને બંને દેશોના ગુજરાતીઓનો સંબંધ ઓછો થઈ ગયો. તદુપરાંત, પાકિસ્તાનની ખરાબ પરિસ્થીતી ને કારણે ઘણા ગુજરાતી પરિવારો, ગુજરાત, દુબઈ,અમેરિકા, બ્રિટન વગેરે જગયાએ સ્થળાંતર કરી રહ્યા છે. આમ ધીરે ધીરે પાકિસ્તાનના ગુજરાતીઓ હિંદુઓનું એક યા બીજા કારણથી નિકંદન નીકળી રહ્યું છે. તેમના રાજિંદા જીવન માટે, બહુજ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ ને ધ્યાનમાં રાખીને Chanakya International Foundation (CIF) and Fight Against Continuing Terrorism (FACT) USA દ્વારા પાકિસ્તાનના ગુજરાતી હિન્દુઓની અસ્મિતા બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનના પ્રથમ ચરણમાં ગુજરાતી હિંદુઓનો પાકિસ્તાનમાં ઇતિહાસ, તેમનું સંસ્કૃતિ, ગુજરાતી ભાષા, અંને અત્યારેની ગુજરાતીઓની રહેણીકરણી ઉપર સંશોધન કરવામાં આવશે. અ સંશોધન ઉપરથી, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ બનશે. આ અભિયાનમાં દુનિયાભરના ગુજરાતીઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ અભિયાન સફળ બનાવવા માટે: $ 51, 101, 251, 501, 1001 નું દાન ઈચ્છા પ્રમાણે આપવા માટે, CIF અને FACT USA દરેક ગુજરાતીઓને નિમંત્રણ આપે છે. સહયોગ આપવા માટે આજે જ: http://factusa.org/donate.aspx સંપર્ક કરો. ટપાલ દ્વારા સહયોગ આપવા માટે: FACTUSA, 9314 Cherry Hill Rd, #924, College Park, MD 20740 USA.

Similar Posts