Prana Pratishtha Mahotsav – The Bharatiya Temple, Troy

ગયા અઠવાડિયે Bharatiya Temple, Troy ખાતે, નવા મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા નો એક સમારંભ યોજવા માં આવ્યો હતો. June 13 to June 17, ચાર દિવસ ચાલેલા, ભારતીયતા નો અનુભવ કરાવતા આ વિશાળ સમારોહ માં નવી પ્રતિમાઓ ની વિધિવત સ્થાપના માટે, Bharatiya Temple and The Hindu Temple of Canton ના વિદ્વાન પુજારી ની સાથે, midwest and Michigan ના અલગ અલગ મંદિરો માં થી વિદ્વાનો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મંદિર ની પ્રતિમા ની પ્રાણ – પ્રતિષ્ઠા ની વિધિ ચાર દિવસે સંપન્ન થઇ હતી. અલગ અલગ દિવસે યોજાયેલી, પ્રત્યેક વિધિ માં, મંદિર ના ભક્તજનો એ હજારો ની સંખ્યા માં હાજરી પૂરાવી હતી. મંદિર દ્વારા રોજ બપોરે અને સાંજે ભક્તો ને પ્રસાદ પીરસવા માં આવતો હતો. એક અંદાજ મૂજબ દરેક ટંકે, લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ ની સંખ્યા માં લોકો જમ્યા હોવાનું માનવા માં આવે છે. મંદિર ની પ્રસાદ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ સ્વાદિષ્ટ પ્રસાદ-ભોજન રોજ મંદિર ના સેવકો દ્વારા મંદિર માં જ બનાવવા માં અને પીરસવામાં આવતું હતું. ભોજન – પ્રસાદ ની વ્યવસ્થા ખૂબ “efficient & clean” હતી. મંદિર ની સંસ્કૃતિક સમિતિ દ્વારા રોજ સાંજે અલગ અલગ સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન સંધ્યા, નૃત્ય સંધ્યા, રાસ-ગરબા જેવા કાર્યક્રમો માં સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓ એ સેવાઓ આપી હતી. પ્રત્યેક સંસ્કૃતિક કાર્યક્રમ મોટી સંખ્યા માં મંદિર માં ઉપસ્થિત ભક્તજનો એ માણ્યો હતો.
નવા મંદિર માં, શ્રી બાલાજી, શ્રી દુર્ગા માતા, શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી , શ્રી મહાદેવ, શ્રી રાધા-કૃષ્ણ, શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી ગણેશ ની અતિ સૂંદર પ્રતિમાઓ નું સ્થાપન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે પ્રતિમાઓ ની વિધિવત સ્થાપના બાદ, મહાદર્શન સમયે મંદિર ના વિશાળ ગૃહ માં સંસ્કૃત મંત્રોચાર અને ભક્ત સમુદાય ના કીર્તન સાથે મંદિર નું વાતાવરણ સંગીત મય અને પવિત્ર બન્યું હતું. નવા મંદિર નું પ્રવેશદ્વાર, મુખ્ય ખંડ, “banquet hall” જૂના મંદિર કરતાં ઘણા વિશાળ છે. જૂના મંદિર નો “multipurpose hall” અને જૂનું મંદિર સંકુલ, નવા મંદિર સાથે જોડાયેલું હોઈ એક વિશાળ સંકુલ ની રચના કરવામાં આવી છે. મંદિર ની વિશાળતા અને સૌન્દર્ય જાતે અનુભવી ને વધુ માણી શકાશે.
મંદિર સંકૂલમાં આ હજારો ભક્તો ના વાહનો ને park કરવાની જગ્યા ન હોવા થી, મંદિર થી થોડે દૂર એક parking lot માં ,વધારે parking સુવિધા ઊભી કરાઈ હતી. આ દૂર ના parking lot થી આવવા જવા માટે, મંદિર ના સેવકો એ પોતાની vans, cars, gas વાપરી ને ભક્તો ને early morning to 10:30 pm shuttle વ્યવસ્થા પૂરી પાડી હતી. parking લોટ માં વ્યવસ્થા જાળવવા માટે, મોટી સંખ્યા માં મંદિર ના સેવકો સૂર્ય ના તાપ ને સહન કરી સેવા બજાવતા હતા.
મંદિર નો આ સમારોહ, અથાક પરિશ્રમ, અવિરત ઉજાગરા, અદભૂત આયોજન, સંપૂર્ણ સહકાર અને મોટી સંખ્યા માં હાજર રહેલા મંદિર ના અગણિત સેવકો ની શ્રદ્ધા નું એક અદભૂત ઉદાહરણ છે. Detroit Metro માં વસતા, વિવિધ ભાષા અને અલગ અલગ ભારતીય રાજ્યો ના વતનીઓ ના ઐક્ય નું ઉત્તમ ઉદાહરણ છે.
– વૈશાલી અને કુલદીપ ભટ્ટ