A Gujarati sets World Record: Non-stop SINGING for 101 hours

ગુજરાત ની સુપ્રસિદ્ધ ગાયિકા “ધારી પંચમદા” એ સ્થાપ્યો ૯૯ કલાક, ૯૯ minutes, અને ૯૯ seconds સુધી સતત ગાવાનો  World Record !!

[નવેમ્બર ૧૬, ૨૦૧૦ – વડનગર] ગુજરાત ના પ્રખ્યાત તાના-રીરી મહોત્સવ ની પુર્ણાહુતી તારીખ ૧૬ નવેમ્બર, ૨૦૧૦ ના રોજ વડનગર ખાતે થઇ હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ના આ જાજરમાન વાર્ષિક જલસા માં શ્રી નરેન્દ્ર મોદી, સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ, શ્રી દિલીપ ધોળકિયા, સ્વર કિન્નરી ઉષા મંગેશકર, ઐશ્વર્યા મજમુદાર, અને મૌલી દવે સહીત લગભગ ૨૫,૦૦૦ થી વધુ સંગીત રસિકો હાજર હતા. અને ગુજરાત ના આ ગોલ્ડન જુબિલી વર્ષે … ૧૦૧ કલાકો સુધી ..સતત.. કુલ ૧૦૯ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ના રાગો ની કુલ ૧૮૯ બંદિશો ગાઈ, ગુજરાત ની જાણીતી ગઇકા “ધારી પંચમદા” એ આજે વિશ્વભરમાં ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો છે !!

તાના-રીરી એવોર્ડ ની ઘોષણા:

૨૦૧૦ તાના-રીરી સંગીત મહોત્સવ માં સૌ પ્રથમ “તાના-રીરી એવોર્ડ” ની ઘોષણા કરવામાં આવી. આ એવોર્ડ જેવોએ સંગીત ને પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હોય એવા મહાનુભાવો આપવામાં આવશે. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ “તાના-રીરી” એવોર્ડ સ્વર કિન્નરી લતા મંગેશકર અને ઉષા મંગેશકર ને આપવામાં આવ્યો છે. તાના અને રીરી, વડનગર ની આ બે બહેનો નું ભારત ના ઈતિહાસ માં કેમ આટલું મહત્વ છે એ જાણો છો? …. તાના અને રીરી ના યોગદાન વિષે ની વધુ માહિતી વાળું article અને Radio Talk આવતા મહીને miGujarat.com ઉપર post કરીશું …

Similar Posts