સોનેરી સુવાક્યો

આનંદ પ્રભાવિત સોનેરી સુવાક્યો

 

ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે
તેના કરતાં ઓછા સમયમાં, એ ભૂલ સુધારી શકાય છે.

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;
ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને
ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ…

માનવીના જ્ઞાનને માપવા માટે, તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. – ગાંધીજી

કોઈ અક્ષર એવો નથી, જેમાં મંત્ર ન હોય.
કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય.
કોઈ વ્યક્તિ એવી નથી, જે અયોગ્ય હોય.
માત્ર એને, પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.

“જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો,
એટલુંજ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે”

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી,
પણ પાણી જેવી ક્ષમા, લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે. એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ

આપણી આવક, એ આપણા પગરખાં જેવી છે.
જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય,
તો ગડથોલિયું જ ખવડાવે .

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો, કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.

સાદગી ઉત્તમ સુંદરતા છે,ક્ષમા ઉત્તમ બળ છે, નમ્રતા ઉત્તમ તર્ક છે, અને મિત્રતા ઉત્તમ સંબંધ છે.
તેને ધારણ કરીને, જીવનને ઉત્તમ બનાવો.

પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે,
એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે
પરંતુ..,પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે.

‎”ખાઈ” માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે,
પરંતુ.., “અદેખાઈ” માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી ……….

તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ,
તો તમે સફળ થયા કહેવાય, કે નિષ્ફળ થયા કહેવાય?????

દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે….

જિદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ,
હકિકતમાં આપણે, કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.

‎’ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે;
ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.’

પ્રસાદ, એટલે શું?
પ્ર – એટલે પ્રભુ,
સા – એટલે સાક્ષાત,
દ – એટલે દર્શન.
માટે, જે આરોગવાથી, પ્રભુના સાક્ષાત દર્શન થાય, તે સાચો પ્રસાદ.
અને,પ્રસાદ આરોગતી વેળાએ, હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે, મહાપ્રસાદ.

‎”ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી…
તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો……….

પૈસા માટે તો બધા પરસેવો પડે છે!!!
પર,સેવા માટે, પરસેવો ના પડાય??

કશું ના હોય ત્યારે “અભાવ” નડે છે,
થોડું જ હોય ત્યારે “ભાવ” નડે છે,
બધું જ હોય ને ત્યારે “સ્વભાવ” નડે છે..
જીવન નું, આ એક કડવું સત્ય છે.

કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે.. કે “ટકોરા” મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી, આટલી જલ્દી કેમ તૂટીજાય છે?

કોણ કહે છે, કે ભગવાન નથી દેખાતા??
ખાલી, એજ તો દેખાય છે, જ્યારે કંઇ નથી દેખાતું..!!

તારું કશું ન હોય, તો છોડીને આવ તું,
તારું જ બધું હોય, તો છોડી બતાવ તું………

અવગણના વચ્ચે જીવતું બાળક, અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક, લડાઇ શીખશે.
ઉપહાસ વચ્ચે જીવતું બાળક,.શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક, ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક, વિશ્વાસ શીખશે
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળકજગતમાં પ્રેમ આપતા અને મેળવતા શીખશે..

સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ.,.
આટલું માનવીકરે કબુલ…,
તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ …

કોણ કહે છે “સંગ એવો રંગ”,
માણસ “શિયાળ” સાથે નથી રેહતો તોયે “લૂચ્ચો” છે,
માણસ “વાઘ” સાથે નથી રેહતો તોયે “ક્રૂર” છે,
અને માણસ “કુતરા” સાથે રહે છે તોયે “વફાદાર” નથી…..

(shared by migujarat reader to share with subscribers)

 

Similar Posts