ભક્તામર સ્તોત્ર, અને… ગુજરાત ઉપર Jainism નો પ્રભાવ !

Jain festival of Paryushan Parv starts from Thursday August 25th. We have recorded a very informative talk on Bhaktamar Stotra and are publishing a write up on the EFFECTS of Jainism ON GUJARAT. Enjoy!

Gujarati talk by Prof Nandini Mehta on Bhaktamar Stotra (Jainism)

[audio:https://www.migujarat.com/wp-content/uploads/2011/08/Prof_Mehta_on_BHAKTAMAR_STOTRA_8_21_2011_3.mp3|titles=Prof_Mehta_on_BHAKTAMAR_STOTRA_8_21_2011_2]

or click to listen on youtube with Detroit’s Jain Temple’s image in background.

Lot of us might not be aware but our day to day Gujarati life style has lot of influence from ancient values of Jainism. Releasing our new article on some details we came across while conducting research for the article series on Gujarat’s ancient capitals.

ગુજરાત ઉપર જૈન ધર્મ નો પ્રભાવ

The EFFECTS of Jainism on GUJARAT

સામાન્ય જન માટે જૈન મિત્ર ની પરિભાષા એ હોય છે કે Vegetarianism and  non-violence માં શ્રધ્દ્ધા ધરાવતા ભારતીય અથવા ગુજરાતી. પરંતુ જરા ઊંડા ઉતારીએ  તો સ્પષ્ટ થાય કે  જૈન ધર્મ ના મૂળ અને ઈતિહાસ બહુ દુર સુધી જાય છે. ખાસ કરી ને ગુજરાત ઉપર જૈન ધર્મનો ખુબ ઊંડો પ્રભાવ છે. ગુજરાત માં જૈન ધર્મ નો ઈતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષ  પુરાણો છે. ગુજરાત માં વલ્લભી (Vallabhipur), જૈન ધર્મ નું અતિ પ્રસીધ્દ્ધ અને કદાચ સૌથી જૂનું  કેન્દ્ર રહ્યું હશે. વલ્લભીપુર નો જૈન ધર્મ સાથેનો નાતો ઈ.સ. પહેલી કે બીજી સદી માં ચાલુ થએલો જણાય છે. સમય જતા ગુજરાત ની કળા, સમાજ જીવન, ધર્મ જીવન, રાજકીય જીવન, વેપાર  ઉપર જૈન સમાજ નો પ્રભાવ વધતો ગયો.

ગુજરાત રાજ્ય ની આગવી ઓળખ એવી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને પ્રાથમિક વિકાસ આચાર્ય હેમચંદ્રસૂરી,જૈન શ્રાવકો અને સાધુઓને આભારી છે. ગુજરાતી ભાષાના આદિ, પ્રાચીન ગ્રંથો જૈન મુનીઓ દ્વારા રચાએલા છે. આ સબંધે ગુજરાતી ભાષા ઉપર જૈન ધર્મ ની પરંપરા નું  મોટું ઋણ છે. ૧૨ મી અને ૧૩ મી સદી ના ગુર્જર સ્થાપત્ય ના વિકાસ અને કળા શ્રેષ્ઠતા નો  ઉત્તમ નમૂનો એટલે દેલવાડાના દેરા. ગુજરાતી સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પકળા, રાજકીય કુનેહ માં જૈન સમાજ નો વિશાળ ફાળો એ જૈન અનુયાયીઓની બહુમુખી પ્રતિભા અને સામાજિક જાગૃતિ સૂચવે છે. આજનાં ગુજરાતી જૈન કુટુંબો માં શિક્ષણ નો દર ઉંચો છે .

ગુજરાતનાં છેલ્લા ૧૦૦ વર્ષનાં સમાજ જીવન નું અવલોકન કરતાં સમજાય કે ગુજરાત રાજ્ય બહુધા શાકાહારી રહ્યું હોવા પાછળ જૈન પરંપરાઓનો પ્રભાવ હોઈ શકે. શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ના અહિંસા ના સંકલ્પ પાછળ શ્રીમદ શ્રીમદ રાજચંદ્ર ની વિચાર ધારાઓનો ઊંડો પ્રભાવ જોવા મળે છે.

ભારત એ ફક્ત દેશ નહિ, એક જીવન પ્રણાલી છે ! ભારતીય હોવું એ ભારતના સીમાડાઓમાં જન્મ થવાનું પરિણામ નહિ પરંતુ, ભારતીય હોવું એ ભારતીય જીવન પ્રણાલી ને અપનાવવાનું પરિણામ છે. જૈન ધર્મનો જન જીવન અને જીવન શૈલી પર પ્રભાવ એ આ ભારતીયતા નું અભિન્ન અંગ છે. સર્વે જૈન ભાઈ બહેનો ને પર્યુષણ પર્વ ની અનેક શુભેચ્છાઓ.

~ વૈશાલી અને કુલદીપ ભટ્ટ

Similar Posts