Meijer’s માં સોમવારે સાંજે ન હોય એટલી પડા-પડી છે ! શાક-ભાજી ના shelves mostly સફા-ચટ થઇ ગયા છે ! Channel 7 News વાળા reporter-cameraman ની એકાદી જોડી માયર્સ ની બહાર ઠંડી માં ઠુંઠવાતી ઉભેલી દેખાઈ ! હવે તો હિમ વર્ષા નહીં થાય તોય ઘણા લોકો રિસાશે !
હેંડો ..તાપણી-બાપણી શરુ કરી દ્યો ! Grocery-ફોસરી ભરી લ્યો ! આજ સાંજથી ગુરુવાર સુધી Detroit Metro area માં બરફ ના ઢગલા થવાના છે ! ઠંડા પવન સાથે! (એવું હવામાન ની આગાહીઓ કહે છે. પછી કોથળા માંથી બલાડું નીકળે તો ખબર નહીં !)
અને આ સાથે પ્રસ્તુત છે એક નવી રચના ! Michigan માં Snow Storms વખતે ગાવા માટેનું એક “બર્ફીલું” શૌર્ય ગીત…
“બર્ફીલું” શૌર્ય ગીત: Gujarati … Let it Snow ! Let it Snow !
છલકાયા Salt Trucks, રૂડા Mo-Town ભણી,
છે સાવધાન Snow Blowers, આવવા દો !
Let it Snow! Let it Snow ! Let it Snow !
મારશે ગુલ્લી બાળકો અને શાળા કર્મચારીઓ,
જોઈશું દેશી DVD-ઓ કાલે આખો દહાડો !
Let it Snow! Let it Snow ! Let it Snow !
હશે restaurants ખુલ્લા, નથી ચિંતા જમવાની,
અને કાંઈ નહીં તો, વટ થી જમીશું “હલવો*” !
Let it Snow! Let it Snow ! Let it Snow !
પહેરી Thermal નું બખતર, થામી ખંભે snow-પાવડો,
લઇને લાલ-નાક લડીશું, drive-way રાખીશું ચોખ્ખો !
Let it Snow! …Let it Snow ! …Let it Snow !
* ગઈ કાલ નાં જમણ માંથી વધેલી-ઘટેલી food items ને next meal માં વાપરવી એટલે “હલવો” (ચલાવો)
– વૈશાલી & કુલદીપ ભટ્ટ (miGujarat.com)