બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ રે !
યુ.એસ. આવ્યા હૈ તો અંગ્રેજી સ્પીક કરના પડતા હૈ રે !
એચ-વનો, ગ્રીનકાર્ડો, સીટીઝનશીપો લઈને સ્ટેટ ના રહેવાસી થયા રે !
કાકા, બાપા, મામા, માસી ના કઝીનો ને યુ.એસ. ખેંચી લાવ્યા રે !
મોટેલ, સબવે, ડંકીનો બધા આપણા બ્રધર્સો એ સર કર્યાં રે !
Peter, Sam, Dave, Perry નામ ધારીને ફેમસો થયા રે !
આ ક-મેચિંગના જમાનામાં મેચિંગ શોધવા મરતા રે !
‘હાય’ ‘હાય’ કરતા કાળી ધોળી ને હગ કરતા રે !
સ્નો રીમુવ અને લોનોને કાપી કાપી વિન્ટર સમરો કાઢ્યા રે !
કચરા-પોતા, ‘એ સોરી હોં’, બ્રુમ-મોપ-વેક્યુંમોથી હાઉસ સાફ કર્યાં રે !
ફ્રીઝર થી માઇક્રોવેવ ફૂડો ખાઈ ખાઈને હની ડાર્લિંગો ના પ્રેમ પામ્યા રે !
તમારા એક જોક્સ માટે ‘થેન્કયુ હોં’, વધારે જોક્સો નથી કરવા રે !
ચિલ્ડ્રનો માટે ટેમ્પલો માં પુજારીઝ અને સંતોઝને પગે પડ્યા રે !
ઓ પીયુષ, ગુજરેજીની ‘સફર’ માં, આ દેશી દિલ હંડરેડ ટકા ગુજ્જુ રે !
– પીયુષ દવે
(શ્રી પીયુષભાઈ દવે ની સંપર્ક માહિતી આ મુજબ છે: ફોન – ૭૩૪-૬૨૦-૨૨૩૩ ઈમૈલ – dave@pdave.com)