Michigan USA ના નવા poet રાજ (જેમને આપણે આજ થી નવું નામ આપીએ – ‘કવિ રાજ’) ઠક્કર નો સમાવેશ અમેરિકા ના ઉગતા કવિઓ માં ઓફિશિયલી આજ રોજ થાય છે ! 🙂 રાજ ‘નારાજ’ ઠક્કર, વૈશાલી અને મારી સાથે કોલેજ કાળ માં અમદાવાદ માં સાથે હતા, અને ૧૩ વર્ષ પછી એક દિવસ અચાનક ફિલ્મી ઢબે, પીયુષભાઈ દવે – Your Reliable Realtor ના reliable connection થઇ, ફરી ભેળા થઇ ગયા ! રાજ “કવિ રાજ” ઠક્કર હાલમાં Ford Motor Company માં Information Technology specialist છે. Canton નગરી, જ્યાં Michigan ગુજરાતીઓ ની સૌથી ભારે વસ્તી છે એવું કહેવાય છે, ત્યાં ‘કવિ રાજ’ ઠક્કર પણ વસે છે !! પ્રસ્તુત છે એમની આ જરા हटके રચના …
ગજા બહાર નું કામ કરો તો …
ગજા બહાર નું કામ કરો તો લોચા લપસિ થાય !
લોચા વાળા કામ કરો તો ખિસ્સા ખાલી થાય !
સમજવા જેવી વાત કરું છું સાંભળો મારા ભાઈ !
ભાત-ભાત ની વાત-વાત માં જીવન સચવાઈ જાય !
ગામ ને પાદર કુવે પાણીના Filter ના બંધાય !
બાજરી ના રોટલા ની ઉપર Ketchup ના છંટાય !
ગજા બહાર નું …
જોડકણાં જેવી પાંચ પંક્તિ ને કવિતા ન કહેવાય !
Karaoke ના ટ્રેક ઉપર ધ્રુપદ-ધમાર ન ગવાય !
ગજા બહાર નું …
Executive હોય ભલે તું ઓફીસ માં ઓ સાહેબ !
પણ પત્ની પાસે મારો બેટો તું રામો થઇ મલકાય !
ગજા બહાર નું …
નગદ ભગત કંજૂસો અંતે ઠન-ઠન ગોપાળ થાય !
‘હાય હાય પૈસો’ કરતા સ્વર્ગે જંતર વગાડતા જાય !
ગજા બહાર નું …
દુનિયા નું બધું જ્ઞાન “કવિ રાજ” માનવ ને થઇ જાય
તો ભગવાન ને એ ખિસ્સામાં મૂકી રાગ મલહાર ગાય !
ગજા બહાર નું …
– “કવિ રાજ” ઠક્કર