ખાતરપાડુઓ થી સાવધાન ! Beware of Burglars !

Oakland County માં ગઈ કાલે ઘરેણા ની ચોરી નો બીજો બનાવ બન્યો છે ..એવી માહિતી મળી છે. ઘર-માલિક પરિવાર સહીત અડધો કલાક બહાર જઈ ને પાછા ફર્યા એટલામાં તો ચોર ઘર માં રાખેલા ઘરેણા ઉઠાવી ને નાસી છૂટ્યો હતો. Detective ના કહેવા પ્રમાણે આવા Burglars high tech હોય છે છે અને ઘરમાં ગમે ત્યાં સોનાના ઘરેણા સંતાડો પણ metal detectors વડે તરત જ શોધી કાઢે છે. મોટા ભાગે આવી રીતે ચોરાયેલા ઘરેણા પાછા મેળવવા અઘરા છે કારણ કે સોનાને વેંચતા પહેલા પિઘળાવવામાં આવે છે. જોકે આવી ચોરી ની જાન થતા જ પોલીસ નજીક ની Jewelery Shops ને તુરંત જ alert કરી દે છે. આવી સ્થિતિ માં નીચે દર્શાવેલા મુદ્દાઓ મદદ રૂપ નીવડીશાકે:

* મોંઘા ઘરેણા Bank Locker માં મુકવા જોઈએ. ઘણી banks માં free locker ઉપલબ્ધ હોય છે.
* ઘરેણા અને કીમતી વસ્તુઓ નું મૂલ્યાંકન કરી excel spreadsheet માં સાચવી રાખવી.
* કીમતી ચીજો ના ફોટા લઇ insurance company દ્વારા insurance coverage મેળવી લેવું. આવા insurance ની cost બહુ વધારે નથી હોતી.
* મોટા ભાગે ખાતરપાડુઓ Patio Doors માંથી ઘરમાં ઘુસતા હોય છે. Patio Door બરાબર બંધ કરી, આડો લોખંડનો સળીયો કે મજબુત લાકડું મુકવું.
* Alarm System ON રાખવી.
* ચોર ની સામે ન થવું. ચોર પાસે હથિયાર હોઈ શકે. આપણી દેશી style કે જેમાં …”ચોર આવ્યો અને મેં એને પકડીને ધોઈ નાખ્યો !” .. એવું ક’દી ન કરવું !

Similar Posts

Comments

Comments are closed.