એક વનસ્પતિશાસ્ત્રીએ થોરની એક કાંટા વિનાની જાત બનાવી છે. તેનો ઈતિહાસ સમજવા જેવો છે. એક કૂંડામાં કાંટાવાળા થોરનો એક છોડ હતો. આ વનસ્પતિશાસ્ત્રી ખૂબ પ્રેમથી તે છોડ પર હાથ ફેરવતા અને સાથે કહેતા : ‘ભાઈ, તારે તારા રક્ષણ માટે હવે કાંટાની જરૂર નથી. તારા પરકોઈ જોખમ નથી. હું તારી રક્ષા કરીશ. તારે હવે કાંટાની કોઈ જરૂર નથી. તું કાંટાને છોડી દે. તું કાંટા વિના પણ સલામત જ છે .’
વનસ્પતિશાસ્ત્રીએ પોતાની આ વાત હૃદયપૂર્વક અને નિત્ય કહેવાનું ચાલુ રાખ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એક દિવસે તે થોરના છોડે પોતાના કાંટા છોડવાનું ચાલુ કરી દીધું અને આખરે તે છોડ કાંટાથી મુક્ત થયો.
કહેવનો ભાવાર્થ એજ કે … પ્રેમ અને ભરોસો માત્ર મનુષ્ય ને જ નહિ, પણ વૃક્ષોને પણ બદલી શકે છે !
– રાજેશઠક્કર (Canton, MI)