શિક્ષણ નો અભાવ કે નબળું શિક્ષણ, ધાર્મિક / સામાજિક ડર કે મજબૂરી, ગરીબી. રાજકીય સ્થિરતા નો અભાવ, આ બધાજ કારણો વ્યક્તિક અને સામાજિક સ્તરે મનોબળ/આત્મવિશ્વાસ તોડી નાખે છે. જેના પરિણામ સ્વરૂપે ભ્રષ્ટાચાર અનેક પ્રકારે સામાજિક, રાજકીય, સરકારી, શૈક્ષણિક, આર્થિક સ્વરૂપે ફેલાયેલો જોવા મળે છે.
ભારતીયો અને બિન-નિવાસી ભારતીયો દ્વારા બહુ ચર્ચાયેલો પ્રશ્ન, આજે સમગ્ર વિશ્વ નું ધ્યાન કેંચી રહ્યો છે. અન્ના હઝારે એ (૧૯૬૫ war veteran, committed follower of Swami
આજે ભારતીયો વિશ્વભરમાં ગર્વ થી માથું ઊંચકી આવી શકે તેવું વ્યક્તિત્વ ધરાવે છે. દરેક ભારતીય પોતાના જીવન મુલ્યોનાં રક્ષણ માટે દ્રઢ સંકલ્પ રહી શકે તેટલો આત્મવિશ્વાસ ધરાવતો થયો છે. ભારતની આર્થિક ક્રાંતિએ ભારતના નવયુવાન વર્ગને વધારે સજગ કર્યો છે. ભારતીયો માં શિક્ષણ નું સ્તર અને શિક્ષણ નું પ્રમાણ વધુ છે. TV & Communication revolution સમાચાર, વિશ્લેષણ અને વરિષ્ટ પત્રકારો/અગવાનો ની ચર્ચા ઓ ખૂણે ખૂણે ઝડપી જાગૃતિ ફેલાવી રહ્યા છે. અન્નાનાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને મળેલો પ્રતિભાવ, યુવાન ભારતીયનો પ્રતિભાવ છે.
આ સાથે જ બીજી નોંધવા જેવી બાબત એ છે કે છેલ્લા ૮ દિવસોમાં અન્ના નાં સમર્થકો લાખોની સંખ્યામાં દરેક શહેર, દરેક ગામ, દરેક રાજ્યમાં ભાષા, ધર્મ, social status ને નિર્મૂળ કરી રસ્તાઓ ઉપર આવવા છતાં એક પણ હિંસક કે અપ્રિય બનાવ બન્યો નથી. ભારતની જનતાની આ શિસ્તમાં થી વિશ્વભરનાં લોકોએ પ્રેરણા લેવા જેવું છે !
ભારત વાસીઓ એ બતાવેલી જન જાગૃતિ અને શિસ્તને અનેક અનેક સલામ ! પરંતુ આ વાત અહીં અટકતી નથી. Civil Society અને અન્ના, જન લોક પાલ સ્થાપિત કરવા માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ શું એનાથી ભ્રષ્ટાચાર અટકી જશે ? અન્ના ને એની લડતમાં સાથ આપવા તૈયાર થયેલા દરેક ભારતીયો માટે આ આત્મ મંથન નો સમય છે.
“હું મારા જીવન કાળ દરમ્યાન કોઈ ભ્રષ્ટ કાર્ય નો ભાગીદાર નહિ બનું” એવા શપથ લેવાની જરૂર છે. એક લડત થી કંટાળીને જન લોક પાલ સ્થાપિત કાર્ય પછી આ સરકાર અથવા ભવિષ્યનાં રાજકીય નેતાઓજન લોક પાલનાં ચક્રવ્યુહમાં છેદ પાડ્યા વગર નહિ રહે. નાના અધિકારી થી માંડી ને વડા પ્રધાન સુધી કોઈ નો ભ્રષ્ટાચાર નહિ ચલાવી લેવાય એવી ગર્જના ભારત ની પ્રજા એ કરવાની છે. લોકપાલ બીલ parliament માં પસાર કર્યા પછી પણ, ભ્રષ્ટ અધિકારી ઓ દ્વારા લાંચ બંધ થયી જતા વિરોધ નો નવો સૂર સંભળાવવા ની શક્યતા છે. જેને કાબુ માં રાખવા માટે ભારત ની જનતા એ તૈયાર રહેવું પડશે. ફક્ત લોક પલ બીલ નહીં પણ દરેક સંસ્થા, ખાનગી કે સરકારી માં ભ્રષ્ટાચાર રોક્વામાં તે મજબૂત કાયદા અને એનું પાલન કરાવવા માટે માબૂત ઈચ્છા શક્તિ ની જરૂર છે.
ભારતમાં થી ભ્રષ્ટાચાર ને નાબુદ કરવા માટે દરેક ભારતીયએ પોતાની નાની પણ દ્રઢ ભૂમિકા માટે જાગૃત રહેવું પડશે. ભારતની દરેક સ્ત્રી, દરેક પુત્રી, દરેક માતાએ ભ્રષ્ટાચારની નાબુદીમાં, ભવિષ્યની પેઢીને ભ્રષ્ટાચાર સાથે લડવા માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે. કન્યા કેળવણી, higher education, self reliance for women, are very important tools in fight against graft and corruption at all levels of Indian society. We wish very best to the great soldier of India, Shri. Anna Hazare. ભારત માં ફેલાએલી આ અભૂતપૂર્વ લડત, ભારત ને અને ભારતીયોને સફળતા અને શુદ્ધતા ની નવી ઉંચાઈ તરફ લઇ જાય એવી શુભેચ્છાઓ.
~ વૈશાલી અને કુલદીપ ભટ્ટ