સુભાષિત રત્ન – જેમ પાણી માં પડેલું તેલ નું ટીપું … (by Vaishali Bhatt)

जले तैलं खले गृह्यं पात्रे दानं मनागपि।
ज्ञे शस्त्रं स्वयं यति विस्तरं वस्तुशक्तितः।।

આ સુભાષિત નો શબ્દશ: અર્થ – સુપાત્ર ને આપેલું દાન, કુપાત્ર ને કહેલું રહસ્ય અને બુદ્ધિશાળી પાસે રહેલું જ્ઞાન, જેમ પાણી માં તેલ નું ટીપું ફેલાય એ રીતે ફેલાય છે.

આજથી ૨3૦૦ વર્ષ પહેલા ચાણક્ય નીતિ માં કહેવાયેલી આ વાત આજે પણ સાતત્ય પૂર્ણ છે. આ સાથે આ શુભાષિત આજની એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે – Oil Spill. જેમ પાણી માં પડેલું તેલ નું ટીપું ફેલાય છે અને પર્યાવરણ ને પ્રદુષિત કરે છે, તેમ કુપાત્ર ને કહેલું રહસ્ય આસ પાસ ના વાતાવરણ ને દુષિત કરે છે. તેલ નો પાણી માં ફેલાવાનો સ્વભાવ સદીઓ થી પ્રસિદ્ધ છે. તો પણ, માનવ પોતાના સ્વાર્થ માટે બધા જ ડહાપણ ને નકારી જોખમ ખેડવા તૈયાર થઇ જાય છે.

Similar Posts